વ્હાલમ આવો ને -જિગરદાન ગઢવી

હું મને શોધ્યા કરું , પણ હું તને પામ્યા કરું

તું લઇ ને આવે લાગણીનો મેળો રે

સાથ તું લાંબી મજલ નો , સારથી મારી ગઝલનો
તું અધૂરી વાર્તાનો છેડો રે

મીઠડી આ સજા છે , દર્દોની આ મજા છે
તારો એ રાહબર લાગ્યો વહાલો રે

વહાલમ આવો ને , મનગીત ગાઓ ને

માંડી છે પ્રેમની ભવાઈ, ખીલી આ દિલ ની સગાઈ

વ્હાલમ આવો ને

રોજ રાતે કે સવારે ચાલતા ફરતા
હું અને તારા વિચારો મહાલતા ફરતા

તારી બોલતી આંખો. જાણે ખોલતી વાતો
હાર વાત માં હું જાત ભૂલું રે

કે વ્હાલમ આવો ને

યાદોના બાવલમાં આવ્યા છે ફૂલ રે
તું ન આવે તો દુનિયા આખી ધૂળ રે

હવે સપના ,આશા , મનશા

છોડ્યા મૂળ રે હવે

તું ન આવે તો દુનિયા આખી ધૂળ રે હવે

કે વ્હાલમ આવો ને….

વ્હાલમ આવો ને -જિગરદાન ગઢવી